જાનુડી જોડે રહેવું હોય તો તેની સાથે ક્યારેય ના કરતા આવી વાત, નહીં તો બદલાઈ જશે બાજી
પ્રેમએ વિશ્વાસના પાયા પર ટકેલો સંબંધ હોય છે. પ્રેમમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખવો અનિવાર્ય છે. જો વિશ્વાસ ન હોય તો એ સંબંધ લાંબો ટકતો નથી.
નવી દિલ્હીઃ કેટલાક લોકો પોતાના સ્વભાવ અને વર્તનના કારણે જીવનમાં એકલા રહી જાય છે. તેવા લોકોના ફ્રેન્ડ્સ તો ઘણા હોય છે પરંતુ એક સાથીની કમી હંમેશા તેમને રહેતી હોય છે. આ પાછળ અનેક કારણ હોય છે. જેને આપણે દર વખતે ઈગ્નોર કરતાં હોઈએ છીએ. પરંતુ જો આપ ધ્યાન આપો તો આપને ખબર પડશે આપે પણ ખુદની કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડશે. આ વાતોનું ધ્યાન રાખવાથી આપ આપના જીવનમાં સ્પેશિયલ વનની કમી પૂરી કરી શકો છો. આજે અમે આપને એવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યાં છીએ જેનું આપ ધ્યાન રાખો તો આપનો સંબંધ વધુ મજબૂત થઈ શકે છે.
દોષનો ટોપલો પાર્ટનર પર નાખવો-
તમે ઘણી વખત જોયુ હશે ક લોકોને એમ લાગતુ હશે કે હંમેશા તે જ સાચા હોય છે. હર એક વાતમાં દોષનો ટોપલો હંમેશા પાર્ટનર પર ઢોળતા હોય છે. જે એક સારી આદત ના કહેવાય. ખુદને હંમેશા સાચા સમઝવા, અને ભૂલ કરવા પર પણ તેને સ્વીકારવાનું નહીં. આ વાતથી આપ આપના પાર્ટનરની નજરોમાં પડી શકો છો. આપને આપની ભૂલ સ્વીકારીને સાથીની વાત સાંભળવી જરૂરી બની જાય છે. જે આપના સંબંધને આગળ સુધી લઈ જઈ શકે છે.
હું ક્યારેય સિંગલ નહીં રહી શકું-
પાર્ટનર સામે આ પ્રકારની વાત વારંવાર કરવાનું દર્શાવે છે કે આપ ગમે ત્યારે દગો આપી શકો છો અથવા જો તેમનાથી દૂર રહેવુ પડે તો આપ ચીટ પણ કરી શકો છો. કેટલાક લોકો ખુદને કૂલ બતાવવાના ચક્કરમાં આવી વાતો બોલીને ખુદની ઈમેજ ખરાબ કરી નાખે છે. આપની આવી વાતો પાર્ટનરને એવો અહેસાસ કરાવે છે કે આપનો પ્રેમથી કોઈ ખાસ સંબંધ નથી. આપ માત્ર ટાઈમ પાસ કરો છો.
પાર્ટનરમાં ખામી બતાવતા રહેવી-
કેટલાક લોકોની એવી આદત હોય છે કે તે બીજા લોકોમાં માત્ર ખામીઓ શોધે છે. જોકે આવો સ્વભાવ સૌથી મોટી સમસ્યા પેદા કરે છે. અગર આપ વાતો વાતોમાં આપના પાર્ટનરની કમજોરીની મજાક ઉડાવો છો તો તમારા પાર્ટનરને તકલીફ થતી હોય છે. આપ પાર્ટનરથી આશા અપેક્ષા રાખી શકો છો પરંતુ આશાઓનો બોઝ નાખવું તે યોગ્ય નથી. કોઈ પણ પરફેક્ટ નથી. પાર્ટનરને પણ તેવા જ એક્સેપ્ટ કરવા જોઈએ.
સાથી સાથે કોમ્પિટિશન કરવી-
આજનો જમાનો કોમ્પિટિશનનો છે. એ વાત પર કોઈ શક નથી પણ ખુદના પાર્ટનર સાથે કોમ્પિટિશન કરવું યોગ્ય નથી. જે લોકો દર વખતે સ્પર્ધામાં લાગેલા હોય છે તેમની સાથે રહેવામાં કોઈને રસ નથી રહેતો. કારણ કે સંબંધમાં એક બીજાની તુલના કરવી સંબંધને મજબૂત નથી રાખતો. એના કરતા આપ આપના પાર્ટનરને સપોર્ટ કરો અને કામની પ્રશંસા કરવાનું શીખો. સાથીથી જલન થવાથી આપ આપના સાથીથી દૂર થઈ જશો.